VIDEO: ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી, તૈયાર પાક ખેતરોમાં જ સડી રહ્યો છે
સોર્સ : GSTV
રાજકોટના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. એકતરફ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, તો બીજીતરફ માવઠાને કારણે તૈયાર પાક ખેતરોમાં જ સડી રહ્યો છે. વેપારીઓ માલ જોવા સુધ્ધાં તૈયાર નથી, જેના કારણે જગતનો તાત રાતા પાણીએ રોઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસરો અને કુદરતી આફતો વચ્ચે ઘેરાયેલો ખેડૂત હવે પાયમાલીના આરે આવી ઊભો છે. શું સરકાર આ નુકસાનીનું વળતર આપશે? તે મોટો પ્રશ્ન છે.

