VIDEO: જેતપુરમાં મેડિકલ સ્ટોર્સ પર પડ્યા આકસ્મિક દરોડા, ફાર્મસી સંચાલકોમાં ભારે ફફડાટ
સોર્સ : gstv
રાજકોટના જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેના કારણે ફાર્મસી સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટથી આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ અને ફાર્માસિસ્ટની હાજરી અંગે કડક ચકાસણી હાથ ધરી હતી, જેમાં એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં ફાર્માસિસ્ટ ગેરહાજર જણાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન અનેક મેડિકલ સ્ટોર્સના માલિકો દુકાનોના શટર પાડીને ભાગી છૂટ્યા હતા. જોકે આ મામલે જેતપુર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ વાગડિયાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, સંચાલકો અન્ય કામથી બહાર ગયા હોઈ શકે છે.

