VIDEO: રાજકોટ: પ્રવેશોત્સવ બન્યો બાળકો માટે શ્રમોત્સવ, વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવી મજૂરી
રાજકોટના બેટી ગામની સરકારી શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન એક તરફ શિક્ષણનો ઉત્સવ ઉજવાયો તો બીજી તરફ માસૂમ બાળકો પાસે મજૂરી કરાવી શ્રમોત્સવ મનાવવામાં આવ્યો હોવાનો ગંભીર વિવાદ સામે આવ્યો છે. ગત 23 જૂન 2026ના રોજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા સહિતના ઉચ્ચ મહાનુભાવોની ગરિમામય હાજરીમાં આ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ સરકારી કાર્યક્રમમાં કાયદા અને નિયમોને નેવે મૂકીને શાળાના નાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ પાસે આવેલા રાજકીય મહેમાનો માટે શરબત અને પાણી પીરસાવી આગતા-સ્વાગતતા કરાવવામાં આવી હતી. આટલું જ ઓછું હોય તેમ, કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ પાસે જ વજનદાર ખુરશીઓ સહિતની અન્ય ભારે સામગ્રીઓ ઉપડાવવામાં આવી હતી, જેના લીધે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને જવાબદારો સામે કડક પગલાં લેવા માટે શિક્ષણ વિભાગ પર સવાલો ઊઠ્યા છે.

