Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Rajkot: Dangerous school van without glass goes viral

VIDEO: રાજકોટ: કાચ વગરની જોખમી સ્કૂલ વાન વાયરલ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં નિયમો નેવે મૂકી દોડતી જોખમી સ્કૂલ વાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ભુપેન્દ્ર રોડ પરથી પસાર થતી આ સ્કૂલ વાનમાં ચાલકે માસૂમ વિદ્યાર્થીઓની સલામતીને સંપૂર્ણપણે અવગણીને તેમને અંદર ઠાંસી-ઠાંસીને બેસાડ્યા હતા. આ વાયરલ વીડિયોમાં વાનનો પાછળનો કાચ પણ ગાયબ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે. માસૂમ બાળકોના જીવ સાથે રમત રમતી આ ઘોર બેદરકારી સામે આવતા જ વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે અને જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા તીખા સવાલો ઊભા થયા છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ અને RTO તંત્રની કડક ચેકિંગની કામગીરી સામે પણ અનેક મોટા પ્રશ્નચિહ્નો ખડા કર્યા છે.

App Store