Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Rajkot: Bullying of BJP worker, students are stuck!

VIDEO: રાજકોટ: ભાજપ કાર્યકરની દાદાગીરી, વિદ્યાર્થીઓ ભારે અટવાયા!

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં સત્તાના નશામાં ચૂર ભાજપના એક કાર્યકરની ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની કાર રોંગ સાઈડમાં ચલાવી લાવીને સામેથી આવતી સ્કૂલ બસની બિલકુલ આગળ જ ઊભી રાખી દે છે. વીડિયો ઉતારનાર સ્થાનિક નાગરિકના દાવા મુજબ, ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવ્યા બાદ પણ આ નેતાજી પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સ્કૂલ બસનો રસ્તો રોકીને કાર ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને રવાના થઈ ગયા હતા. રાજમાર્ગની અધવચ્ચે કાર મૂકાઈ જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને બસ આગળ વધી ન શકવાના કારણે તેમાં બેઠેલા માસૂમ શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવીને અન્ય વૈકલ્પિક વાહનોમાં પોતાના ગંતવ્ય સ્થાને જવાની ફરજ પડી હતી.

App Store