VIDEO: રાજકોટ મહાનગરપાલિકામાં 'પતિરાજ'નો દબદબો
સોર્સ : GSTV
રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ‘પતિરાજ’ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. વોર્ડ નંબર-2ના વિકાસ કાર્યો અંગે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મહિલા કોર્પોરેટરોના પતિઓ હાજર જોવા મળ્યા હતા. માહિતી મુજબ કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા અને મીનાબા જાડેજાના પતિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડના વિવિધ વિકાસ કાર્યો અને સ્થાનિક પ્રશ્નોને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની જગ્યાએ તેમના પરિવારજનોની હાજરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ અને જનપ્રતિનિધિઓની ભૂમિકા અંગે ચર્ચા તેજ બની છે.

