Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Mega demolition in Rajkot: Government land worth Rs 350 crores in Jungleshwar freed, see aerial views taken from drone

VIDEO: રાજકોટમાં મેગા ડિમોલેશન: જંગલેશ્વરમાં 350 કરોડની સરકારી જમીન કબજામુક્ત, જુઓ ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલું સરકારી તંત્રનું મેગા ડિમોલેશન ઓપરેશન આજે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કામગીરી બાદ વિસ્તારના આકાશી દ્રશ્યો (ડ્રોન વ્યુ) સામે આવ્યા છે, જે તંત્રની મોટી સફળતા દર્શાવે છે.

App Store

કરોડોની જમીન કબજામુક્ત
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં કુલ 87,000 ચોરસ મીટર જગ્યા પરથી ગેરકાયદે દબાણો હટાવી લેવામાં આવ્યા છે. બજાર કિંમત મુજબ આ જમીનની કિંમત આશરે 350 કરોડ રૂપિયા થી પણ વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

ડ્રોન દ્રશ્યોમાં દેખાયો બદલાયેલો નજારો
ડિમોલેશન પૂર્ણ થયા બાદ સામે આવેલા ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે જે જગ્યાએ મસમોટા દબાણો હતા, ત્યાં હવે વિશાળ મેદાન દેખાઈ રહ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને વર્ષો જૂના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. આ કામગીરીને પગલે જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે આ ખુલ્લી થયેલી જગ્યાનો ઉપયોગ જાહેર સુવિધા કે અન્ય સરકારી હેતુ માટે કરવામાં આવશે.