VIDEO:ગોંડલ કોંગ્રેસ પ્રમુખની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું,
સોર્સ : gstv
રાજકોટના ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સામે નોંધાયેલી ફરિયાદ અંગે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. વસોયાએ આક્ષેપ કર્યો કેગોંડલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની બેહાલીનો મુદ્દો ઉઠાવવા બદલ પ્રજાનો અવાજ દબાવવા સરકારે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ખોટી એફઆઈઆરનોંધી છે.આ મુદ્દે પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. વસોયાએ ચીમકી આપી છે કે જો તાલુકા પ્રમુખને મુક્ત કરવામાં નહીં આવે, તો સમગ્ર જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો ગોંડલ પોલીસ સ્ટેશને ઉગ્ર ધરણાં કરશે. તેમણે કાર્યકરોના રાજીનામાની વાતોને નકારી કાનૂની અને રાજકીય લડતની જાહેરાત કરી છે.

