VIDEO: રાજકોટઃમાં ચોમાસાના પ્રથમ વરસાદે પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી
સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. ગઈકાલે માત્ર એક ઇંચ વરસાદમાં મુખ્ય બ્રિજ નીચેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા યથાવત હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. દરરોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાતો હોવા છતાં સુવિધાઓના અભાવે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના અંદાજે 4 હજાર કારખાનેદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

