VIDEO: રાજકોટના હીરાસર એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજમાંથી ચોરી કરતો કર્મચારી ઝડપાયો
સોર્સ : GSTV
VIDEO: શું તમે એરપોર્ટ પર જતી વખતે કિંમતી સામાન લાગેજમા રાખો છો ? જો તમારો જવાબ હામાં હોય તો હવેથી એરપોર્ટ પર કિંમતી સામાન લઈ જતા હોય તો ચેતી જજો. કારણ કે, રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે પેસેન્જરના લગેજમાંથી ચોરી કરતો એક કર્મચારી ઝડપાયો છે.
રાજકોટ શહેરમાં આવેલા હીરાસર એરપોર્ટ પર પર જતા-આવતા પેસેન્જરના લગેજમાંથી મોંઘો સામાન ચોરી કરી જલસા કરતો જયરાજ ખાચર નામનો આરોપી ઝડપાયો છે. આ શખ્સ હીરાસર એરપોર્ટમાં જ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ કબજે કરી છે. સીસીટીવી અને પ્રવાસીઓની સામાનની ચોરીની ફરિયાદ બાદ આરોપી પોલીસ સકંજામાં આવ્યો હતો.

