VIDEO: રાજકોટ RMCમાં ખાણીપીણીના ખર્ચે વિવાદ, કોંગ્રેસનો અનોખો વિરોધ
સોર્સ : GSTV
રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચને લઈને વિવાદ વધુ ગરમાયો છે. RMCના જનરલ બોર્ડની બેઠક પહેલા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ કાજુકત્રી અને નાસ્તાની ડિશ દર્શાવી ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આક્ષેપ મુજબ ડિમોલેશન દરમિયાન કાજુકત્રી સહિત એક નાસ્તાની ડિશનો ભાવ રૂ. 231 દર્શાવવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ખાણીપીણીનું બિલ અંદાજે રૂ. 27 લાખ સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ખર્ચમાં ગેરરીતિ અને કૌભાંડની આશંકા વ્યક્ત કરતાં કોંગ્રેસે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.તો વિરોધ દરમ્યાન કોંગ્રેસના આગેવાનો કોર્પોરેટરો તેમજ વિજિલન્સ ટીમ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા .

