Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Controversy at Rajkot's famous Neel City Club Garba

VIDEO: રાજકોટના પ્રખ્યાત નીલ સિટી ક્લબના ગરબામાં વિવાદ, અંગ્રેજી ગીતો પર લાગ્યા ઠુમકા

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યમાં વિવિધ સ્થળો પર ગરબામાં ખૈલયાઓઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  રાજકોટના પ્રખ્યાત નીલ સિટી ક્લબના ગરબા વિવાદમાં આવ્યા છે. જેમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે માતાજીની આરાધના કે પછી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે?, સાંભળીને પણ શરમ આવે તેવા ગીતો પર માતાજીની આરાધનાના તહેવારમાં ઠુમકા લાગ્યા હતા. ગત વર્ષની નવરાત્રિમાં પણ આયજકના ગરબા વિવાદમાં આવ્યા હતા. ગત વર્ષે દારૂ, ફિલ્મી ગીતો ગરબામાં વગાડવામાં આવ્યા હતા.

App Store

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ છે આયોજક

ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સમર્થ મહેતા આ ગરબાનું આયોજન કરે છે, તો બીજી તરફ ગત રોજ આ ગરબામાં મારા-મારી થઈ હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સભ્ય સમાજ અને સંસ્કૃતિને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે.