VIDEO : રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદમાં મોટો ધડાકો, ૨૪ લાખના બિલ સામે કેમેરામેનનો ખુલાસો
સોર્સ : gstv
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના બિલ વિવાદ મામલે વધુ એક ખુલાસો થયો છે. ડિમોલેશન દરમિયાન વિડિયોગ્રાફી કરનાર મુકેશ ચૌહાણ મીડિયા સમક્ષ આવ્યા છે. મુકેશ ચૌહાણે પોતાને એક દિવસની વિડિયોગ્રાફી માટે માત્ર 2,000 મહેનતાણું મળ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સમગ્ર ડિમોલેશન કામગીરીની વિડિયોગ્રાફી માટે 24 લાખનું બિલ બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરને આ રકમ ચૂકવાઈ પણ ગઈ છે. અંદાજે 305 જેટલા કેમેરામેન કાર્યરત હતા અને કુલ ખર્ચ માત્ર 6થી 7 લાખ જેટલો થતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે 24 લાખનો ખર્ચ કેવી રીતે થયો તેની તપાસ મનપાની તપાસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.

