VIDEO: રાજ્યમાં દારૂ, ડ્રગ્સનું દૂષણ વકર્યું છે, કરોડોનું ડ્રગ્સ પકડાયું છે પણ ડ્રગ્સના આકાઓ પકડાયા નથી: પરેશ ધાનાણી
VIDEO: રાજકોટ શહેરમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, સુરત ભાજપના નેતાએ ડ્રગ્સ અને દારૂના મુદ્દાને ઉઠાવનાર કુમાર કાનાણીને અભિનંદન. ગુજરાતમાં દારૂ, ડ્રગ્સનું દૂષણ વકર્યું છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે પરંતુ હજી સુધી ડ્રગ્સના આકાઓ નથી પકડાયા.દારૂ અને ડ્રગ્સ અંગે ગુજરાતના જે કોઈ લોકો અવાજ ઉઠાવે છે તેને આવકાર અને અભિનંદન પાઠવીએ છીએ એવું પત્રકાર પરિષદમાં પરેશ ધાનાણી ધાનાણીએ જણાવ્યું હતું. આગળ તેમને કહ્યું કે, ગુજરાતમાં જન આક્રોશ યાત્રા બીજા તબક્કામાં ચાલી રહી છે. આ યાત્રા ગરીબ, પછાત, ખેડૂત અને છેવાડાના વ્યક્તિને વાચા આપવાની અમારી યાત્રા છે. રાજ્ય સરકારની ચિંતન શિબિરને લઈને પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 35 વર્ષથી ભાજપનું સાશન છે. ચિંતન શિબિરમાં રાજ્યની પ્રજાની ચિંતા થાય અને પ્રજાની ચિંતા દૂર થાય એ જરૂરી છે. મોંઘવારી, મંદી, ભ્રષ્ટાચાર, દારૂના દૂષણ અને ડ્રગ્સની બદી દૂર કરવાનું ચિંતન થાય એ જરૂરી છે.
ગુજરાત સરકાર ચિંતન શિબિરમાં પ્રજાની વેદના સમજે અને પ્રજાની ચિંતા દૂર થાય એવા આચરણ કરે એ ખૂબ જરૂરી છે. ગુજરાતને કોમન વેલ્થ ગેમની યજમાનીનો મુદ્દો મળ્યો છે તે કોંગ્રેસ સહિત ગુજરાતના તમામ લોકો યજમાનીને આવકારી રહ્યા છે. સત્તાધારી પક્ષને એટલી જ અપીલ છે કે જે રીતે રમત ગમતમાં ખેલદિલી રાખવામાં આવે તેવી જાહેર જીવનમાં પણ રાખવામાં આવે. ગુજરાતની જનતાને પડતી મુશ્કેલી સાંભળો તેનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવામાં આવે.

