Video/ રાજકોટ-જામનગર રોડ પર દુર્ઘટના, સાંઢીયા પુલના સમારકામ દરમિયાન પાણીનું ટેન્કર પલટ્યું
સોર્સ : gstv
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ (Sanandhiya Pul) ના સમારકામ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પુલ પર પાણી છાંટવાના કામ માટે આવેલું એક પાણીનું ટેન્કર પલટી મારી ગયું હતું.
રાજકોટ, જામનગર રોડ પર આવેલો સાંઢીયા પુલના સમારકામના ભાગરૂપે પાણી છાંટવા આવેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટનામાં ટેન્કરના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. ટેન્કર પલટી જતાં પુલના સમારકામના કામમાં થોડો વિલંબ થયો છે અને સ્થળ પર લોકોના ટોળાં એકઠાં થયાં હતાં. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે પલટી ગયેલા ટેન્કરને સીધું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

