Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: 4 men fatally attack biker in Upleta, accused in police custody

VIDEO: ઉપલેટામાં બાઈક સવાર પર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, આરોપીઓ પોલીસના સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે પાંચ દિવસ પહેલા યુવાન પર 4 શખ્સોએ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે 4 શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને ઉપલેટાની હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પોલીસેરિયાદ નોંધી હતી.

App Store

જૂની અદાવતને ધ્યાનમાં રાખીને માથાભારે શખ્સોએ કર્યો હુમલો

ઉપલેટાના પડવલા ગામે પાંચેક દિવસ પૂર્વ ફરિયાદી દીપેન માકડીયા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ માથાભારે શખ્સોની ઓળખ  અલી મામદ સેઠા અને નોમન સેઠા તરીકે થઈ છે. યુવાનને ટક્કર મારીને ઢોર માર માર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપલેટા પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત ની ફરિયાદ નોંધી હતી. તો બીજી તરફ  હુમલાખોરોને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. રાજકોટ ગ્રામ્ય LCB ને પેટ્રોલિંગ દરમ્યાન માહિત ના આધારે શખ્સોને કાર સાથે ઝડપી પાડ્યા હતા, અને  ભાયાવદર પોલીસને આરોપીઓને હસ્તગત કર્યા હતા.