VIDEO : રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખની ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજા સાથે ખાસ બેઠક
સોર્સ : GSTV
રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખે શહેરના અગ્રણી ઉદ્યોગપતિ અને જ્યોતિ સી.એન.સી.ના માલિક પરાક્રમસિંહ જાડેજા સાથે ખાસ બેઠક યોજી હતી. રાજકોટની અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા પરાક્રમસિંહ સાથેની આ મુલાકાત દરમિયાન રાજકોટ શહેરના ઔદ્યોગિક વિકાસ અને ભવિષ્યના આયોજનો અંગે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજકોટ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખે પોતાની આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સંવાદ સાધવાનો ક્રમ જાળવી રાખ્યો છે, જેના ભાગરૂપે તેમણે ગઈકાલે કડવા પાટીદાર સમાજના જાણીતા અગ્રણી મૌલેશભાઈ ઉકાણી સાથે પણ સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી. રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ આ મુલાકાતોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

