Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Serious allegations of monks of Swaminarayan temple in Dhoraji stealing minerals

VIDEO: ધોરાજીમાં સ્વામિનારાયણ મંદિરના સાધુઓ ખનિજ ચોરી કરતાં હોવાનો ગંભીર આરોપ, વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુઓનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી અને ભૂમાફિયાની જેમ દબાણ કરતા હોવાનો એક યુવકે ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિક યુવાને સ્થળ પર પહોંચી સાધુઓને રંગેહાથ ઝડપી પાડ્યા અને ગૌચરની જમીનમાં ખોદકામ કરતા હિટાચી મશીન અને ટ્રેક્ટરનું લાઈવ રેકોર્ડિંગ કર્યું પણ કર્યું હતું.

App Store

કારમાં બેઠેલા સાધુઓ કેમેરો જોતા જ ભોંઠા પડ્યા અને જવાબ આપવાના બદલે મોઢું છુપાવતા અને કારના કાચ ચઢાવતા નજરે પડ્યા હતા. યુવાને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ લોકો કોઈ સાધુ કે સંત નથી, પરંતુ સનાતન ધર્મ અને ભગવા કપડાંની આડમાં ખનિજ માફિયા અને જમીન માફિયા છે.

વિડિયો વાયરલ થતા હરિભક્તોમાં તરેહ તરેહની ચર્ચા

શાળા અને ધર્મના નામે માત્ર જનતાને લૂંટવાનું, ગૌચર ચરી ખાવાનું અને હવાલા કૌભાંડ ચલાવતા હોવાનો યુવકે સણસણતો આક્ષેપ કર્યો છે. યુવકે ઘટનાસ્થળેથી જ સાધુઓને ખુલ્લી ચેલેન્જ આપી જો હું ખોટો હોવ તો મારી સામે પોલીસ કેસ કરો. હાલ તો આ વિડિયો વાયરલ થતા હરિભક્તોમાં તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે.