Video: રાજકોટમાં શિક્ષણ સુધારા વિધેયક સામે શાળા સંચાલકો મેદાનમાં

રાજકોટમાં શિક્ષણ સુધારા વિધેયક-2026 અને ફી નિયમન સમિતિની જટિલતાઓ સામે સ્વનિર્ભર શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. રાજ્યની 17 હજારથી વધુ ખાનગી શાળાઓના સંચાલકોએ અસહકાર આંદોલનની ચીમકી આપી છે. 30 ઓક્ટોબરે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનનું મહાસંમેલન યોજાશે, જેમાં વિધેયકની વિસંગતતાઓ દૂર કરવા, FRCની પ્રક્રિયા સરળ બનાવવા અને શાળાઓની સ્વાયત્તતા જાળવવાની માંગ ઉઠશે. સંચાલકોએ સરકાર સાથે બેઠક યોજી પ્રશ્નો ઉકેલવા અપીલ કરી છે. માંગણીઓ નહીં સંતોષાય તો દિવાળી બાદ ગાંધીનગરમાં રજૂઆત અને 9 તથા 10 ડિસેમ્બરે રાજ્યભરની શાળાઓ બંધ રાખી વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.







