Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : reckless car hit a biker; the entire incident was captured on CCTV

VIDEO: Rajkot / બેફામ કારે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ફરીએક વાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે.  રેલનગર વિસ્તારમાં એક બેફામ ગતિએ આવતી કારે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store

મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે માર્ગ પર જઈ રહેલા એક બાઇક સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાર અચાનક ધસમસતી આવે છે અને પળવારમાં બાઇકને અડફેટે લે છે. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે