Rajkot news: ક્રિસ્ટલ મોલના મેનેજર વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસે દાખલ કરી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : gstv
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન વખતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં નાના બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. આ મામલે પોલીસે મોલ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઓવરક્રાઉડમાં અનેક બાળકો ફસાયા હતા
લાલોના કલાકારો ગત રોજ રાજકોટની મુલાકાતે હતા, ત્યારે ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ કાસ્ટને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. લોકોની ભીડ વધી જતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો. આથી, જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને આયોજકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

