Rajkot news: ખોડલધામ ગરબામાં બબાલ, VIP બેઠક માટે શખ્સે હથિયારથી લોકો પર કર્યો હુમલો

સૌરાષ્ટ્રના રાજકોટમાં આઠમા નોરતે ખોડલધામના નોર્થ ઝોનના ગરબામાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક શખ્સે ઉશ્કેરાટનાં છરી વડે હુમલો કરતા 3 શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા.
VIP બેઠક ખાલી કરવાનું કીધુંને શખ્સે ઉશ્કેરાઈને અન્ય યુવાનો પર કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર, રાજકોટના આઠમા નોરતાની રાત્રિએ નોર્થ ઝોન ખોડલધામ ગરબામાં છરી સાથે VIPમાં એન્ટ્રી લેતા એક શખ્સ સાથ અન્ય સાથે માથાકૂટ થઈ હતી, જે બાદ આ શખ્સે ઉશ્કેરાટમાં છરીથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આરોપીની ઓળખ મહેશ ગિરી તરીકે થઈ
આ શખ્સ શહેરના જાણિતા જ્વેલર્સનો ડ્રાઇવર હોવાનું સામે આવ્યું હતું. તેની ઓળખ મહેશ ગિરી તરીકે થઈ છે. આ શખ્સ VIP બેઠકમાં ગરબા નિહાળી રહ્યો હતો , તે દરમિયાન કોઈ VVIP આવવાનું હોવાથી શખ્સને અન્ય બેઠકમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું, આ શખ્સ આ મામલે ઉશ્કેરાઈ ગયો અને તેણે છરી નીકાળીને અચાનક જ હુમલો કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

