VIDEO: આણંદ શહેરમાંથી પાવાગઢનો ડુંગર દેખાતા લોકોનાં ટોળાં દર્શન કરવા એકઠા થયા
સોર્સ : GSTV
VIDEO: આણંદ શહેરમાં આજે આઠમા નોરતે પાવાગઢનો ડુંગર જોવા મળતા આ કુતૂહલ જોવા લોકોનાં ટોળાં ગણેશ ઓવરબ્રિજ પર એકઠા થયા હતા. પવિત્ર નવરાત્રીના આઠમા દિવસે આ ઘટના બનતા લોકોએ આને ચમત્કાર ગણાવ્યો હતો. જેને લઈ મોટી સંખ્યામાં લોકો દર્શને આવ્યા હતા. જેથી પોલીસે ઘટનાસ્થળે જઈને સ્થિતિ કાબૂમાં લીધી હતી.
આણંદમાં સોમવારે પંચમહાલ જિલાલમાં આવેલો પાવાગઢનો ડુંગર દેખાવાની પ્રથમ વખત ઘટના બની હતી. આ ઘટનાના સાક્ષી લોકો મોટા ચમત્કાર ગણાવતા હતા. ઉપરાંત બ્રિજ પરથી પસાર થતા યુવકો પોતાના મોબાઈલમાં આ ઘટનાને કંડારી લેતા પણ જોવા મળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે આણંદ શહેરના મધ્યમાંથી પાવાગઢનો ડુંગર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.

