Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Hardik Singh, who opened fire at a petrol pump in Ribada, was arrested from Kerala

Rajkot news: રીબડામાં પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને પોલીસે કેરળથી દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: રીબડામાં પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને પોલીસે કેરળથી દબોચ્યો
સોર્સ : GSTV

ગુજરાતના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનારા મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરલામાંથી દબોચ્યો છે.  ફાયરિંગના થોડા સમય બાદ જ સોશિયસ મીડિયા પર ફાયરિંગ કર્યાનું કબૂલ્યું હતું. જેથી ગોંડલ તાલુકા પોલીસ, LCB,SOG સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજ્યોમાં પણ તેને દબોચવામાં પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ ત્યારે પોલીને સફળતા મળી નહોતી.

App Store

 4 ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતા તમામને LCBની ટીમે ઝડપી લીધા

જોકે ફાયરિંગ કરનાર ઉત્તર પ્રદેશના 4 ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતા તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આરોપીએએ પણ હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબૂલ્યું હતું એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિકસિંહની શોધખોળ સતત યથાવત રાખી હતી. 

 હાર્દિકસિંહ જાડેજાને  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરલામાંથી દબોચ્યો

આખરે અઠવાડિયા પહેલા રાજ્યના પોલીસ વડાએ પોતાના સીધા અંકુશ હેઠળ SMCની ટીમે પણ કામે લગાડી હતી. બીજા રાજ્યોમાં તપાસના અંતે SMCની ટીમે તેને કેરલાથી ઝડપી લીધો હતો. SMCના DIG નિર્લિપ્ત રાયે તેની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં હાર્દિકસિંહ જાડેજાને ગુજરાત લ આવવાની તજવીજ કરી રહ્યાનું પણ જણાવ્યું હતું.