રીબડા ગામ પેટ્રોલ પંપ ફાયરિંગનો મામલો: હાર્દિકસિંહ જાડેજાએ ઘટનાની લીધી જવાબદારી, જાણો શા માટે કર્યો ગોળીબાર

રીબડા ગામ ખાતે પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવી હતી. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સાથે થોડાક સમય અગાઉ અદાવત સર્જાઈ હતી. આ અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાર્દિકસિંહ જાડેજા ઘણા સમયથી રાજકોટ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે.
ફાયરિંગ કરીને શખ્સો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા
ફાયરિંગ કરીને શખ્સો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફાયરિંગની ઘટનાની જાણ થતાં જયદીપસિંહ અને અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજિતસિંહ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં રેકોર્ડ થઈ હતી.
પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધિએ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી
પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધિએ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી છે કે ફાયરિંગ કરનારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોઈ શકે છે. ગોંડલ પોલીસે ફાયરિંગના કારણોની તપાસ શરૂ કરી છે અને અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

