Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot NEWS: Elderly man dies in accident between truck and Activa

Rajkot NEWS: ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધનું મોત

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot NEWS: ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધનું મોત
સોર્સ : GSTV

રાજકોટના જેતપુરથી ખરાબ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેતપુરમાં ધારેશ્વર નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક્ટિવા સવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતુ. તેથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

આ સમગ્ર ઘટના હોટલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતગ્રસ્ત એક્ટિવાનો નંબર GJ-03-JF-2697 હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ અશ્વિનભાઈ બાબુભાઈ ગેનોયા (રહે. ગાયત્રી સ્કૂલ પાસે, ધોરાજી રોડ) તરીકે થઈ છે.

મળતી માહિતી અનુસાર ટ્રકની ટક્કરથી વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પોલીસે અકસ્માત અંગેની તપાસ શરૂ કરી દીધી છે.