Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Municipal Corporation's claims of pre-monsoon operations exposed

VIDEO: Rajkot મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખૂલી; ડ્રેનેજ શાખાનો જ ટ્રક ખાડામાં ગરકાવ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુદ મનપાના જ એક વાહને ખોલી નાખી છે. શહેરના પોશ ગણાતા અમીન માર્ગ પર પ્રિ-મોન્સૂનની કામગીરી માટે જઈ રહેલો ડ્રેનેજ શાખાનો જ એક મોટો ટ્રક અચાનક રોડ ધસી પડતાં ખાડામાં ખૂંચી ગયો હતો. અહીં રોડ પર પડેલો ખાડો એટલો ઊંડો હતો કે ટ્રકનાં અડધા ટાયર જમીનમાં ગરકાવ થઈ ગયાં હતાં, જેને પગલે અમીન માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, ડ્રેનેજ કે પાણીની લાઈન માટે રોડનું ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે પુરાણ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આવા અકસ્માતો સર્જાય છે.

App Store