Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Magic carriage of pilgrims overturned near Bhesan, 10 people injured

VIDEO: રાજકોટ: ભેસાણ પાસે દર્શનાર્થીઓની મેજિક ગાડી પલ્ટી, ૧૦ જેટલા લોકો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ભેસાણ નજીક ભટગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેતપુરથી પરબધામ દર્શન કરવા જઈ રહેલી એક ગાડી ચાલકે કાબૂ ગુમાવતા તે રોડ સાઈડના ખાડામાં ઉતરી જઈ પલ્ટી મારી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં ગાડીમાં સવાર ૮ થી ૧૦ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તુરંત ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી ૨ ગંભીર મુસાફરોને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store