VIDEO: Rajkot સોની બજાર આગકાંડ બાદ ફાયર સુરક્ષા પર સવાલ
સોર્સ : gstv
રાજકોટના સોની બજારમાં આવેલી દિયા ગોલ્ડ પેઢીમાં લાગેલી આગના મામલે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. તપાસ દરમિયાન પેઢી પાસે ફાયર NOC ન હોવાનું તેમજ નિયમ મુજબના અગ્નિશામક સાધનો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જે બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ વધુ વિકરાળ બની હતી. ફાયર વિભાગના સૂત્રો મુજબ સોની બજારની અનેક મિલકતો પાસે પણ ફાયર NOC નથી. ઉપરાંત અનેક સ્થળોએ રહેણાંક મકાનોને કોમર્શિયલ ઉપયોગમાં ફેરવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

