VIDEO:ધોરાજીમાં રોડ કામની ગુણવત્તા પર સવાલ, લોકાર્પણ પહેલાં જ સિમેન્ટ રોડમાં તિરાડો
સોર્સ : GSTV
ધોરાજીમાં ચાલતા રોડ નિર્માણ કાર્યમાં ફરી ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપ સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લાખો રૂપિયાના ખર્ચે બનેલા સિમેન્ટ રોડોમાં લોકાર્પણ પહેલાં જ તિરાડો પડવા લાગી છે.નબળા મટીરિયલના વપરાશને કારણે વિકાસ કામોની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્રે તાત્કાલિક ગુણવત્તાની તપાસ કરાવે અને સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરાવે. ખામી જણાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધઆકરી કાર્યવાહી કરવામાં આવે.જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો અટકાવવા નગર પાલિકા તંત્ર પાસેથી પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠી છે.

