Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Police register case against 19 people, arrest 8 in gang clash incident

Rajkot: જૂથ અથડામણની ઘટનામાં પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો, 8ની ધરપકડ કરી

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: જૂથ અથડામણની ઘટનામાં પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો, 8ની ધરપકડ કરી
સોર્સ : GSTV

રાજકોટના થોરાળા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે રાયોટિંગ,મારામારી,એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને 8 શખ્સોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ત્યારે જૂથ અથડામણના વીડિયો પણ સામે આવ્યા હતા. 

App Store

નોંધનીય છે કે, જૂથ અથડામણ દરમિયાન આવારા તત્વોએ જાહેરમાં એકબીજા પર સોડા બોટલ, ઈંટ અને પથ્થરના છૂટા ઘા કર્યા હોવાના વિડિયો સામે આવ્યા હતા. આ વિડિયો સોશિયલ મીડિયા પર ફરતા થતાં પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો. સરેઆમ હથિયારો સાથેના આ હુમલાને કારણે પોલીસની કામગીરીની અસરકારકતા સામે પણ સવાલો ઊભા થયા હતા.