Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Historic verdict in 12-year-old case, RMD gutkha nominee sentenced to 5 years prison

Rajkot: 12 વર્ષ જૂના કેસમાં ઐતિહાસિક ચુકાદો, RMD ગુટખા ઉત્પાદક કંપનીના નોમિનીને 5 વર્ષની સજા

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: 12 વર્ષ જૂના કેસમાં ઐતિહાસિક ચુકાદો, RMD ગુટખા ઉત્પાદક કંપનીના નોમિનીને 5 વર્ષની સજા
સોર્સ : Ai

રાજકોટમાં ખોરાકની ગુણવત્તા અને સુરક્ષાના મામલે 12  વર્ષ જૂના એક કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વડોદરાની જાણીતી RMD ગુટખા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝના નોમિની અનિલ પટેલને કોર્ટે પાંચ વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

App Store

શું હતો સમગ્ર મામલો?

આ કેસ 18 માર્ચ, 2013 નો છે. તે સમયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ગુટખાનો નમૂનો લઈને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસમાં આ નમૂનો ફૂડ સેફ્ટીના ધારાધોરણોનું પાલન કરતો ન હોવાનું સામે આવ્યું હતું.

પાંચ વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ

છેલ્લા 12 વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. અંતે, કોર્ટ દ્વારા આરોપી અનિલ પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્ટે આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિતને પાંચ વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ચુકાદો આવતા જ આરોપી અનિલ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટીના કેસમાં આટલી મોટી સજા ફટકારવામાં આવતા ભેળસેળ કરનારા અને ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદકોમાં ફફડાટ ફેલાયો છે.