Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : PGVCL's blow; 200 teams start collecting outstanding bills

VIDEO: Rajkot/ PGVCLનો સપાટો; 200 ટીમો દ્વારા બાકી બિલની વસૂલાત શરૂ, બે બિલ ન ભરનારાના કનેક્શન કપાશે

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આજથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એક વ્યાપક અને કડક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં કંપનીએ પોતાના બાકી લેણાં વસૂલવા માટે આક્રમક વલણ અપનાવ્યું છે, જેના કારણે વીજ બિલ ન ભરનારા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

PGVCL તંત્ર દ્વારા આ ડ્રાઇવને સફળ બનાવવા માટે 200થી વધુ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો વિવિધ વિસ્તારોમાં જઈને નીચે મુજબની કામગીરી કરી રહી છે. જે ગ્રાહકોનું બિલ બાકી છે, તેમની પાસેથી સ્થળ પર જ નાણાં સ્વીકારવામાં આવી રહ્યા છે.  જે ગ્રાહકોના છેલ્લા બે કે તેથી વધુ બિલ ભરવાના બાકી છે અને તેઓ સ્થળ પર નાણાં ચૂકવતા નથી, તેમના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવામાં આવી રહ્યા છે. આ ડ્રાઇવ સમગ્ર દિવસ દરમિયાન ચાલશે.