VIDEO: રાજકોટમાં ખુલ્લેઆમ લોહિયાળ ખેલ: ફાયરિંગમાં યુવકનું મોત
રાજકોટમાં વધુ એક વખત જાહેરમાં ફાયરિંગની ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક થયેલા ફાયરિંગમાં 30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજાનું મોત થયું છે, જ્યારે રહેન્દ્રસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ વોકિંગ દરમિયાન થયેલી બોલાચાલી બાદ 4થી5 શખ્સો મૃતકના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બાદમાં કૃષ્ણરાજસિંહ પર ગોળીબાર કર્યો. વચ્ચે પડતા રહેન્દ્રસિંહ પર પણ હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી. ઘટનાના CCTV સામે આવ્યા છે.cctv માં શખ્સના હાથમાં હથિયાર જોઈ શકાય છે . DCP, ACP અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે. ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું કે સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.મૃતકના કાકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

