Rajkot ભાજપના નેતા સોમા ભાલિયા માતાજીના માંડવામાં ધૂણ્યા, વાંસામાં સાંકળો ઝીંકતો વીડિયો વાયરલ
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયા હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. સોમાભાઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ માતાજીના માંડવામાં અતૂટ શ્રદ્ધા સાથે ધૂણતા જોવા મળી રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, સોમાભાઈ ભક્તિભાવમાં લીન થઈને પોતાના વાંસામાં સાંકળો ઝીંકી રહ્યા છે. સોમાભાઈ માતાજીના અનન્ય ભક્ત હોવાની સાથે પોતાના સમાજમાં પણ મજબૂત પકડ અને લોકચાહના ધરાવે છે. સંગઠનમાં નિમણૂક બાદ તેમનો આ પરંપરાગત ભક્તિનો અંદાજ કાર્યકરો અને લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે.
ભાજપે પ્રતિક્રિયા આપી
રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તાએ સોમાભાઈનો બચાવ કરતા જણાવ્યું કે, તેઓ પક્ષના સિનિયર નેતા છે અને વીડિયોમાં તેઓ માત્ર પોતાની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે.પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વાંસામાં સાંકળો ઝીંકવાની આ પ્રથા કેટલાક સમાજોમાં જૂની પરંપરા છે.

