Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Negligence of the system in Dhoraji: Thousands of liters of water was wasted due to rupture in the pipeline.

VIDEO : ધોરાજીમાં તંત્રની બેદરકારી: પાઇપલાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભરઉનાળે નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. ધોરાજીના ચમલીપા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ લીકેજના કારણે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું, જેને પગલે માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શહેરમાં એક તરફ લોકોને ૫ થી ૬ દિવસે માંડ પાણી વિતરણ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીને લીધે કિંમતી પાણીનો આ પ્રકારે વેડફાટ થઈ રહ્યો છે.

App Store
ટોપિક્સ:gstvgstv newswater