Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Investigations underway in 23 dairies, uproar as foreign fat found in milk

VIDEO: Rajkot / 23 ડેરીઓમાં તપાસનો ધમધમાટ, દૂધમાં ફોરેન ફેટ મળી આવતા ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે મનપાના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલો દૂધનો નમૂનો લેબોરેટરી ટેસ્ટમાં ફેલ જાહેર થયો છે. આ દૂધ માનવ વપરાશ માટે અયોગ્ય અને સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા એજ્યુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store

રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાધે ક્રિષ્ના ડેરીના દૂધના નમૂનામાં ફોરેન ફેટની હાજરી મળી આવી છે. સામાન્ય રીતે દૂધમાં પાણી ઉમેર્યા બાદ તેની ઘટ્ટતા જાળવી રાખવા અને ઊંચા ભાવ મેળવવા માટે ભેળસેળિયા તત્વો દ્વારા વેજિટેબલ ઓઈલ (વનસ્પતિ તેલ) અથવા ઘીનો ઉમેરો કરવામાં આવે છે. આ પ્રકારનું દૂધ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

માત્ર મવડી જ નહીં, પરંતુ આરોગ્ય વિભાગે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 23 ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં 80 ફૂટ રોડ પર આવેલી મધુવન ડેરી, મટુકી પાસે આવેલી ઉમિયાજી ડેરી, રૈયારોડ જનકપુરી સ્થિત દ્વારકાધીશ ડેરી ફાર્મ ખાતેથી પણ લૂઝ દૂધના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 3 ધંધાર્થીઓ પાસે લાયસન્સ બાબતે ક્ષતિઓ જણાતા તેઓને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે.