રાજકોટમાં લવ ટ્રાયેંગલ: પતિએ પત્ની અને પ્રેમીને રંગેહાથ પકડ્યા, ગુસ્સામાં કરી પ્રેમીની હત્યા

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં રેલનગર વિસ્તારમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટના રેલનગરમાં આસિફ સોરા નામના યુવકની અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં રેલનગર વિસ્તરામાં દર્શીલ વિલામાં કોઈ કારણ રાજેન્દ્ર રાઠોડ નામના શખ્સ સાથે મૃતક આસિફનો ઝઘડો થયો હતો. માથાકૂટમાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતુ.
આ પણ વાંચો : રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ
મામલાની જાણ થતાં DCP ઝોન 2 સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં DCP ઝોન 2 જગદીશ બાંગારવાએ નિવેદન આપ્યુ હતુ. મૃતક ઇકબાલ આસિફ સોરાને આરોપી રાજેન્દ્ર રાઠોડની પત્ની સાથે પ્રેમ હતો. મૂળ ઉપલેટાનો રહેવાસી મૃતક ઇકબાલ પ્રેમિકાને મળવા આવ્યો હતો. પરંતુ પતિ રાજેન્દ્ર એ ઘરમાં બંનેને જોઈ જતા ઇકબાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. છરી વડે હુમલો કરાતા ઘવાયેલ ઇકબાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. યુવતી અને ઇકબાલ બે વર્ષથી પ્રેમમાં હતા. તેમજ યુવતી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે એક શખ્સની ધરપકડ કરી છે. જેમાં આરોપી PGVCLના નિવૃત્ત કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

