Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : https://gstv.in/gondal-merchant-attack-news

Rajkot: ગોંડલમાં નાની બજારના વેપારી પર 4 શખ્સોનો ખૂની હુમલો, દુકાન ખાલી કરાવવા મચાવ્યું તાંડવ, જુઓ VIDEO

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ગોંડલના નાની બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા અને તેને પચાવી પાડવાના ઈરાદે વેપારી ગૌરવભાઈ જોશી પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વેપારીના બંને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે.

App Store

જાણો આખો મામલો 
મળતી માહિતી મુજબ, ગોંડલના વેપારી ગૌરવભાઈ જોશી અને તેમના મિત્ર ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અગાઉથી નક્કી કરેલા કાવતરા મુજબ બીટુભા જાડેજા સહિતના ચાર શખ્સોએ તેમને આંતરી લીધા હતા. આરોપીઓએ દુકાન ખાલી કરાવવાના ડખ્ખામાં વેપારી પર તૂટી પડીને લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો બોલાવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે વેપારીના બંને પગના હાડકાં ભાંગી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ બેરહેમ રીતે માર મારતા નજરે પડે છે.

પોલીસ કાર્યવાહી
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગૌરવભાઈને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ ઓપરેશન હેઠળ છે. ગોંડલ સિટી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી મુખ્ય આરોપી બીટુભા જાડેજા સહિત 4 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) એટલે કે 'હત્યાના પ્રયાસ' સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

તપાસનો ધમધમાટ
ગોંડલ સિટી પી.આઈ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગોંડલના શાંત ગણાતા વેપારી વિસ્તારમાં આ હચમચાવનારી ઘટનાથી વેપારીઓમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.