VIDEO: રાજકોટમાં હિસ્ટ્રીશીટર પિસ્તોલ સાથે ઝડપાયો, SOGની મોટી કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. બેડી ચોકડી વિસ્તારમાંથી હિસ્ટ્રીશીટર કિશન ગઢવીને દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં કિશન ગઢવીએ ચોટીલાના વનરાજ કાઠી પાસેથી હથિયાર મેળવ્યાની કબૂલાત આપી છે. સાથે જ જૂની અદાવતના કારણે પોતાની સુરક્ષા માટે હથિયાર રાખ્યું હોવાનું પણ જણાવ્યું છે. આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ, મારામારી, જાહેરનામા ભંગ સહિત કુલ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે....

