VIDEO: ઉપલેટામાં ભારે વરસાદ: વેણુ-૨ ડેમના દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને હાઈ એલર્ટ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ ડેમ-2 પ્રથમ જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની સતત આવક થતાં તંત્રએ વેણુ ડેમ-2ના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ નાગવદર, નીલખા સહિત આસપાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

