Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Gang caught for modifying genuine Aadhaar cards

Rajkotમાં નકલી ડોક્યુમેન્ટના આધારે અસલી આધાર કાર્ડમાં સુધારા કરનાર ગેંગ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Rajkotમાં નકલી ડોક્યુમેન્ટના આધારે અસલી આધાર કાર્ડમાં સુધારા કરનાર ગેંગ ઝડપાઈ
સોર્સ : GSTV

Rajkot News: રાજકોટમાંથી નકલી ડોક્યુમેન્ટના આધારે અસલી આધાર કાર્ડમાં છેડછાડ કરનારા ઝડપાયા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાર્થક બોરડ અને ધનપાલ બોરીચા નામના વ્યક્તિઓએ આધાર કેન્દ્રની મંજૂરી મેળવી હતી. બિપિન ઉર્ફે વિશાલ ચોવટીયા અને જુગેશ બેસરા નામના વ્યક્તિઓ ગ્રાહકો શોધી લાવતા હતા.

App Store

રવિ ધધણીયા અને હરેશ સાકરીયા નામના વ્યક્તિઓ ફોટોશોપ સહિતના સોફ્ટવેરના માધ્યમથી ડોક્યુમેન્ટ એડિટ કરતા હતા. અરજદારો પાસેથી 500થી 700 રૂપિયા લઈ નકલી દસ્તાવેજના આધારે ઓરીજીનલ આધાર કાર્ડમાં સુધારા કરી આપવામાં આવતા હતા. આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી બોગસ દસ્તાવેજના આધારે ઓરીજીનલ આધાર કાર્ડમાં સુધારા કરી આપતા હતા. પાનકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટમાં એડિટિંગ કરી આધારકાર્ડની વેબસાઇટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરતા હતા. હનુમાન મઢી ચોક ખાતે છેલ્લા દોઢ વર્ષથી આ આધાર કાર્ડ જનસેવા કેન્દ્ર કાર્યરત હતું.