Rajkot: દારુ પીધેલા આરોપીને થોરાળા પોલીસ મથકમાં VVIP ટ્રીટમેન્ટ, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
સોર્સ : GSTV
રાજકોટની થોરાળા પોલીસ વિવાદમાં આવી છે. વિસ્તારમાં દારૂ પીને આતંક મચાવનારા શખ્સને VVIP સુવિધા અપાઈ હતી. પોલીસે તેને પોલીસ મથકની અંદર ટેબલ પર બેસાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
મળતી માહિતી અનુસાર હિપાલ ગોહેલ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ તેને જેલમાં નાખવાને બદલે પોલીસ મથકની અંદર ટેબલ પર બેસાડ્યો હતો. આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા અરજદારે વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે પોલીસ મથકના કર્મચારી પણ દારૂ પીધેલી હાલતમાં હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે.

