VIDEO: ધોરાજીમાં સાવેલી નદીનો ડાયવર્ઝન પુલ તણાયો, 100થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભારે વરસાદને પગલે ઝાંઝમેર-સોડવદર માર્ગ પર સાવેલી નદીનો કામચલાઉ ડાયવર્ઝન પુલ ધોવાઈ ગયો છે. નવા પુલનું કામ ચાલુ હોવાથી બનાવાયેલા આ ડાયવર્ઝનને પાણીના જોરદાર પ્રવાહે તોડી નાખ્યો હતો. પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને 100થી 150 જેટલા ગામોનો સંપર્ક ખોરવાયો છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝાંઝમેર ગ્રામ પંચાયતે તંત્ર સમક્ષ તાત્કાલિક સમારકામની માંગ કરી છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે.

