Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Cyber ​​attack on the municipal website rajkot

Rajkot news: મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો, 400 GBથી વધુનો ડેટા ચોરાયાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો, 400 GBથી વધુનો ડેટા ચોરાયાની આશંકા

ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં 400 GBથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે. મળતા અહેવાલ પ્રમાણે  મનપા સંચાલિત શાળાઓ, તમા બ્રિજ, હોસ્પિટલ અને સરકારી કચેરીઓની લાખો મિલકતોનો ડેટા સામેલ હોઈ શકે છે.

App Store

મનપા સાયબર સિક્યુરિટી માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચે છે

મનપાએ BSNLની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી, જેણે GISની વેબસાઇટને આઇસોલેટ કરી તપાસ શરૂ કરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ હેકિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું  છે..મનપા સાયબર સિક્યુરિટી માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચે છે, છતાં આ ઘટના બની છે..અગાઉ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા પણ હેક થયો હતો.