VIDEO : રાજકોટ વોર્ડ નંબર-11માં પાણી ચોરી, વિતરણમાં ગેરરીતિ મુદ્દે વિવાદ
સોર્સ : Gstv
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના કોર્પોરેટરો જ મનપા વિરુદ્ધ સવાલ ઉઠાવતા જોવા મળ્યા. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેશ પીપળીયાએ પાણી ચોરી અને વિતરણમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વાલ્વમેન પાણી વિતરણ દરમિયાન આર્થિક લાભ લઈને નિયમોનો ભંગ કરે છે. પીપળીયાએ જણાવ્યું કે ત્રણ હાઈરાઈઝ એપાર્ટમેન્ટને પાણી ચોરી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ પૈસા લઈને વાલ્વ ખુલ્લા મૂકતા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ કે નહીં તેની માહિતી માંગી. અધિકારીઓ પૂરતા પાણી પુરવઠાનો દાવા કરે છે, તેમ છતાં ટેનમેન્ટ અને સામાન્ય સોસાયટીઓમાં લોકોને પર્યાપ્ત પાણી મળતું નથી.

