Rajkot news: હાઇકોર્ટમાં પૂર્વ કલેકટર પ્રભવ જોશી અને મામલતદાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન

સોર્સ : gstv
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના પૂર્વ કલેકટર પ્રભવ જોશીને હાઇકોર્ટમાં હાજર રહેવા નોટીસ ફટકારી છે. પાળ ગામની ખેતીની જમીન મામલે હાઇકોર્ટના હુકુમનું મનસ્વી અર્થઘટન કરીને કબ્જો લેવા મામલે નોટીસ ફટકારવામાં આવી હતી.
કલેકટર પ્રભવ જોશી અને મામલતદાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન
હાઇકોર્ટમાં કલેકટર પ્રભવ જોશી અને મામલતદાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પૂર્વ કલેકટર પ્રભવ જોશી દ્વારા પાળ ગામની 12 સર્વે નંબરોની જમીન કબજે કરીને સરકારી જાહેર કરી હતી. જોકે સમગ્ર મામલે જમીનના માલિક અમરસિંહજી જાડેજાએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી

