Rajkot news: ગેંગવોરમાં ફાયરિંગનો મામલો: આર્મ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ 11 શખ્સો સામે ફરિયાદ

ગુજરાતના રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળવાની વધુ એક ઘટના ગઈકાલે થઈ હતી. રાજકોટમાં ગેંગવોરમાં ફાયરિંગ થયું હતું. શહેરના મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ પાસે સામ સામે ફાયરિંગ થયું હતું. બેં ગેગના શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. પેંડા ગેંગ અને સમીર મૂર્ગા ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે મોટો વળાંક આવ્યો છે.
ગેંગવોરમાં 11 શખ્સો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી
સમગ્ર કેસમાં A ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ PSI રાણા ફરિયાદી બન્યા છે. પોલીસે આર્મ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેંગવોરમાં 11 શખ્સો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. મંગળવાર રાત્રે અંધાધુધ ફાયરિંગની ઘટના બની અને પોલીસને બીજા દિવસે જાણ થઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી કારતૂસના 6 ખોખા મળી આવ્યા છે.
પેંડા ગેંગના ભયલો ગઢવી, મેટીયો ઝાલા,મોન્ટુ કોળી,હિમંત ઉર્ફે કાળુ લાંગા (ગઢવી), તો બીજી તરફ સમીર મૂર્ગા ગેંગના સમીર ઉર્ફે સંજલો જુણેજા ,અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા,શાહનવાઝ ધાડા,સમીર ઉર્ફે મુરધો,સોહિલ ચાનિયા,સોહિલ દિવાન અને અમન પીપરવાડીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

