રાજ્યમાં દિવાળીની રાત્રે અલગ અલગ શહેરોમાં આગ લાગવાની ઘટના, રાજકોટ, અમદાવાદ, નવસારી, ભાવગરમાં સર્જાઈ દુર્ઘટના

દિવાળીના તહેવારને લઈને સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના અનેક શહેરો અને વિસ્તારોમાં અલગ અલગ કારણોસર આગ લાગવાની ઘટના બની છે. વધુ પડતા આગ લાગવાના બનાવો ફટાડકાના કારણે બન્યા હોવાનું તારણ છે. જોકે, સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી જતાં અને યોગ્ય કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે, આજે આગ અને અકસ્માતની ઘટનાઓના કેસમાં વધારો જોવા મળ્યો છે.
રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી
રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના જૂના એરપોર્ટ પરિસરમાં ઉગેલા ઘાસમાં ભીષણ આગ લાગી હતી. રનવે પાસે લાગેલી આગને કાબૂમાં લેવાઈ છે.
અમદાવાદમાં કેટલીક જગ્યાએ આગ લાગવાના બનાવ
અમદાવાદના ઝુંડાલમાં ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. ઝુંડાલમાં ખુલ્લા પ્લોટમાં ફટાકડાના તણખલા પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ સિવાય અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફ્લેટમાં 5માં માળે ગેલેરીમાં આગ લાગી હતી.
નવસારીમાં આગની ઘટના
દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા ગામ પાસેમાં આવેલી GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

