Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Checking on gas cylinder usage in hotels and restaurants

VIDEO: Rajkot / ધોરાજીમાં મામલતદારનો સપાટો; ગેસ પુરવઠાના સંકટને પગલે હોટેલ-રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરના વપરાશ અંગે ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમો દ્વારા હોટેલ તેમજ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અને ગેસ પુરવઠાના સંભવિત સંકટને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આ કડક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

App Store

વર્તમાન સમયમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા જેવા દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા ક્ષેત્રે અને ગેસ પુરવઠા પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં એલ.પી.જી. (LPG) ગેસના બાટલાનો બિનજરૂરી વપરાશ કે સંગ્રહ ન કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

ધોરાજી મામલતદાર કચેરીની પુરવઠા વિભાગની ટીમે આજે શહેર અને આસપાસના પંથકની જાણીતી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન હોટેલોમાં થતા ગેસ સિલિન્ડરના વપરાશની ચકાસણી કરવામાં આવી. જે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે ગેસનો સંગ્રહ કે જોખમી રીતે વપરાશ થતો જોવા મળ્યો, તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકોમા ફફડાટ જોવા મળ્યો છે.